રોજનું પંચાંગ હોમ સ્ક્રીન પર — વિજેટ અને વ્રત-સ્મરણ, હિન્દુ કેલેન્ડર ઍપમાંઍપ મેળવો ›

માસિક ગુજરાતી પંચાંગ — આખો મહિનો એક જ પાને, છાપવા માટે

પુસ્તક-પંચાંગના પક્ષ-કોષ્ટકની જેમ દરેક દિવસની એક લીટી: તિથિ, નક્ષત્ર અને યોગની સમાપ્તિ કલાક:મિનિટ અને સૂર્યોદયથી ઘડી-પળ બંનેમાં, સૂર્યોદય સમયનું કરણ, ચંદ્ર રાશિ અને તેનો પ્રવેશ-સમય, સૂર્યોદય, સૂર્યાસ્ત, દિનમાન, ચંદ્રોદય, સૂર્યોદયે સ્પષ્ટ સૂર્ય, અને તે દિવસનાં વ્રત-તહેવાર, ભદ્રા અને પંચક. દરેક પક્ષ પોતાના મથાળા સાથે અલગ દેખાય છે. "પાક્ષિક" પસંદ કરો તો એક પક્ષ મોટા અક્ષરે. વર્ષ કારતક-આદિ વિક્રમ સંવત પ્રમાણે.

"છાપો" દબાવો અને A4 આડો (landscape) પસંદ કરો — આખો મહિનો એક જ પાને આવે છે; ત્યાંથી PDF પણ સાચવી શકો. ગણતરી એ જ છે જે હિન્દુ કેલેન્ડર ઍપમાં થાય છે — લાહિરી અયનાંશ, તમે પસંદ કરેલા સ્થળના સૂર્યોદય પ્રમાણે. ઉપર "સ્થળ" પર ટૅપ કરીને તમારું શહેર પસંદ કરો. એક દિવસનું આખું પંચાંગ — મુહૂર્ત, ચોઘડિયાં, હોરા, ગ્રહ — દૈનિક પંચાંગમાં.